Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – યૂઝર્સ દ્વારા કરવામાં આવેલા જોરદાર વિરોધને પગલે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ તેનું જૂનું સ્ટેટસ ફીચર પાછું લાવનાર છે.

ફેસબુકની માલિકીના વોટ્સએપે તાજેતરમાં જ તેના ચેટિંગ પ્લેટફોર્મ પર નવું ‘સ્ટેટસ’ ફીચર અપડેટ કર્યું હતું. એની મદદથી વોટ્સએપના યૂઝર્સ ચેટિંગ એપ પર એમના સ્ટેટસ તરીકે નવી તસવીરો અને નવા વિડિયો એડ કરી શકે છે. આ ફીચર સ્નેપચેટના ‘સ્ટોરીઝ’ ફીચર જેવું જ છે.

પરંતુ, વોટ્સએપનું આ ફીચર યૂઝર્સને પસંદ પડ્યું નથી. લોકોએ એનો ટ્વીટર ઉપર પણ વિરોધ વ્યક્ત કર્યો છે.

દર 24 કલાકે આ સ્ટેટસ બદલાવવું પડે. પરંતુ વિરોધને લીધે જૂનું ફીચર પ્રસ્થાપિત કરાનાર હોવાથી 24 કલાક બાદ યૂઝર્સનું સ્ટેટસ ગાયબ નહીં થાય. તેમજ તમે Available, busy, At School અથવા At movies એવું સ્ટેટસ દર્શાવી શકશો.

વોટ્સએપના લેટેસ્ટ બીટા વર્ઝનમાં જૂનું ટેક્સ્ટ-ફિલ્ડ પાછું જોવા મળ્યું છે.

વોટ્સએપ બીટા 2.17.95માં નવું અપડેટ છે.

કંપનીએ જોકે હજી સુધી કોઈ સત્તાવાર કમેન્ટ્સ કરી નથી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS