Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – ઘણા કોલેજિયન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ, પ્રતિભાશાળી લોકોને એમની સંગીત, નૃત્ય, તખ્તા પરના અભિનય, લેખિત સાહિત્ય, મૌખિક સાહિત્ય તથા બીજી અનેક પ્રકારની કળામાં રહેલી એમની પારંગતતા પ્રદર્શિત કરવાની અદમ્ય ઈચ્છા રહેતી હોય છે, પણ એમને તે રજૂ કરવા માટે કોઈ યોગ્ય મંચ ઉપલબ્ધ હોતો નથી. આવી ટેલેન્ટેડ વ્યક્તિઓને એમનાં કૌશલ્યને રજૂ કરવાનો મોકો આપશે અહીંના વિલે પારલે (વેસ્ટ) સ્થિત શ્રી વિલે પારલે કેળવણી મંડળ (SVKM) સંચાલિત ઉષા પ્રવીણ ગાંધી કોલેજ ઓફ મેનેજમેન્ટ.

કોઈ શૈક્ષણિક સંસ્થા ખાતે આટલા મોટા પાયે કળા અને સંસ્કૃતિના ઉત્સવનું ભવ્ય રીતે આયોજન કરાય એવો આ પહેલો જ પ્રસંગ છે.

કળા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને એમની ટેલેન્ટ પ્રસ્તુત કરવાનો મોકો આપી એમને પ્રોત્સાહિત કરવા માટે ઉષા પ્રવીણ ગાંધી કોલેજના ઉપક્રમે 16-17 સપ્ટેંબરે શનિવાર અને રવિવારે ‘ઉષા પ્રવીણ ગાંધીઝ લિટફેસ્ટ’ કાર્યક્રમનું કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રથમ બિન-સ્પર્ધાત્મક સાહિત્યિક-સાંસ્કૃતિક ઉત્સવ-કાર્યક્રમમાં સામેલ થઈને પોતાની કળા પ્રસ્તુત કરનાર હસ્તીઓ છેઃ ઈર્શાદ કમિલ (ગીતકાર), રોચક કોહલી (સંગીતકાર), નિવેદીતા બૌન્ટીયા.

કાર્યક્રમની જાણકારી મેળવવા માટે તેમજ ઉક્ત હસ્તીઓની સાથે સામેલ થવા ઈચ્છુક રજિસ્ટર થવા માટે અહીં ક્લિક કરો… https://insider.in/upg-litfest-2017/article

કળા અને સંસ્કૃતિની અનોખી રીતે ઉજવણી કરતા આ ઉત્સવમાં સામેલ થવાની તક ચૂકશો નહીં.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS