Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ- બીએમસીમાં શિવસેનાને મેયર બનાવવામાં મદદ કરી હોવા છતાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ આજે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપાની સરકાર હજુ પણ નોટિસ પીરિયડ પર ચાલી રહી છે. શિવસેનાના નિલમ ગોરેએ કહ્યું હતું કે, હા આ (ભાજપાના નૈતૃત્વ વાળી એનડીએ) સરકાર હજી પણ નોટિસ પીરિયડ પર ચાલી રહી છે. જ્યાં સુધી અમારા પ્રમુખ ( ઉદ્ધવ ઠાકરે) સ્પષ્ટ નહીં કરે ત્યાં સુધી સરકાર નોટિસ પર છે.

મેયરની ચૂંટણી બાદ દક્ષિણ મુંબઈ સ્થિત બૃહન્મુંબઈ નગર નિગમના પરિસરમાં નિલમ ગોરેએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું. ગોરેના નિવેદનના થોડા દિવસ અગાઉ શિવસેનાના પ્રધાન રામદાસ કદમે કહ્યું હતું કે, પાર્ટીના પ્રધાનોએ પોતાના ખિસ્સામાંથી ત્યાગ પત્રને કાઢીને ફેંક્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપાના પાર્ષદોંના સહયોગથી શિવસેનાના વિશ્વનાથ મહાદેશ્વરને આજે દેશના સૌથી સમુદ્ધ શહેરના મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમને 171 મત મળ્યાં હતાં. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના વિટ્ટલ લોકરેને 31 મત મળ્યાં હતાં.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS