Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – મહાનગરપાલિકા સંચાલિત વીજળી સપ્લાય કરતી BEST કંપનીએ કથિતપણે વીજળીની ચોરી કરવા બદલ ઉપનગર માહિમની એક રેસ્ટોરન્ટના માલિકને રૂ. 4.85 કરોડનું બિલ ફટકાર્યું છે.

બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) કંપનીએ સાવરકર રોડ પર આવેલી હિન્દુજા હોસ્પિટલની સામે આવેલી સ્ટેટસ ગોર્મેટ રેસ્ટોરન્ટના માલિક સામે પોલીસમાં ઈલેક્ટ્રિસિટી એક્ટની જોગવાઈ હેઠળ વીજચોરી અંગેની એફઆઈઆર નોંધાવી છે.

વીજચોરી કરાતી હોવાની બાતમી મળ્યા બાદ બે-માળવાળી તે રેસ્ટોરન્ટ પર ‘બેસ્ટ’ કંપનીના અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. રેસ્ટોરન્ટમાં બે બેન્ક્વે હોલ્સ પણ છે. દરોડા દરમિયાન અધિકારીઓને પાવર સપ્લાય માટેનો એક કેબલ મળી આવ્યો હતો જે ચેન્જઓવર સ્વિચ એરેન્જમેન્ટ મારફત ગેરકાયદેસર રીતે કનેક્ટ કરાયો હતો.

સર્વિસ કેબિન (પાવર સોર્સ)ને સંતાડી રાખવામાં આવી હતી અને છેલ્લા અનેક વર્ષોથી કેબલનો ઉપયોગ વીજળીની ચોરી માટે ગેરકાયદેસર રીતે કરાતો હતો. આ વીજચોરી છેલ્લા 10 વર્ષથી કરાતી હતી એવી શંકા પરથી ‘બેસ્ટ’ કંપનીએ રેસ્ટોરન્ટના માલિક પાસેથી રૂ. 4.85 કરોડનો દાવો કરતું બિલ ફટકાર્યું છે.

રેસ્ટોરન્ટનો વીજળી પૂરવઠો કાપી નાખવામાં આવ્યો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS