પુણેમાં પહેલી જ વાર યોજાયો ‘ચિત્રલેખા’-‘આદિત્ય બિરલા મ્યુચ્યુઅલ ફંડ’ સેમિનાર

'ચિત્રલેખા' અને 'આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ' દ્વારા 16 માર્ચ, શનિવારે પુણે શહેરમાં પહેલી જ વાર ઈન્વેસ્ટમેન્ટ અંગે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેને શહેરના ઈન્વેસ્ટરો તરફથી ઘણો સરસ પ્રતિસાદ મળ્યો હતો. શાહી બેન્ક્વે ખાતે આયોજિત આ સેમિનારમાં આર્થિક જગતના નિષ્ણાતો દ્વારા સેવિંગ, ઈન્વેસ્ટમેન્ટ, ફાઈનાન્સિયલ પ્લાનિંગ તથા મ્યુચ્યુઅલ ફંડની ભૂમિકા વિશે સરળ સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ગૌરવ મશરૂવાળાએ 'બચત કઈ રીતે કરીને સંપત્તિ સર્જન કરવું?' વિશે, મનીષ ઠક્કરે 'નાણાકીય લક્ષ્ય પૂરાં કરો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા' વિશે ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપ્યું હતું. પરિસંવાદના અંતે સવાલ-જવાબ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 'ચિત્રલેખા'ના તંત્રી ભરત ઘેલાણીએ ઈન્વેસ્ટરો, દર્શકો તથા નિષ્ણાત વક્તાઓનું સ્વાગત કર્યું હતું. પરિસંવાદનું સંચાલન જયેશ ચિતલિયાએ કર્યું હતું.




ગૌરવ મશરૂવાળા




ભરત ઘેલાણી - 'ચિત્રલેખા'ના તંત્રી


મનીષ ઠક્કર