|
| |
|
| |
|
|
ચિત્રલેખા ગુજરાતી:
ચિત્રલેખા ગુજરાતી ગ્રુપના પ્રકાશનોનું મુખ્ય સામયિક છે જેની સ્થાપના ૧૯૫૦માં કરાઈ હતી. સમૃદ્ધ અને શોખીન ગુજરાતીઓમાં આ સામયિક ખૂબ પ્રિય બન્યું છે અને તેમના પરિવારોમાં એક અંતરંગ હિસ્સો બની ગયું છે. મુંબઈ અને ગુજરાતમાં આ સૌથી વધુ ફેલાવો ધરાવતું મેગેઝિન છે - જે ૨,૪૦,૦૦૦થી વધુ ઘરોમાં વિતરીત થાય છે. સ્થાપના થઈ ત્યારથી આ મેગેઝિને તેનું નંબર-વન સ્થાન જાળવી રાખ્યું છે... તેનું સૂત્ર પણ એ જ દર્શાવે છે 'સદા અગ્રસર'! ચિત્રલેખાએ વાચકો તેમજ એડવર્ટાઈઝર્સ, બંનેના મન પર એક ખાસ પ્રતિષ્ઠા જમાવી છે.
|
| |
|
|
ચિત્રલેખા મરાઠી:
૨૧ વર્ષ પહેલા સ્થાપના કરાઈ ત્યારથી ચિત્રલેખા મરાઠીએ પણ તેનું નંબર-વન સ્થાન જાળવી રાખ્યું છે. મુંબઈ અને પુણેમાં આ મેગેઝિન બહોળો ફેલાવો ધરાવે છે - જેનું એક લાખથી વધુ ઘરોમાં વિતરણ કરવામાં આવે છે. આ મેગેઝિન વર્ષોથી મરાઠી સમાજને સમાચારો, મહત્વના પ્રસંગો, સંસ્કૃતિ, વાર્તાઓ તેમજ બીજી ઘણી બધી વિગતોથી વાકેફ રાખે છે... દર સપ્તાહે અચૂક સ્ટેન્ડ પર હાજર થઈને. |
| |
|
|
ચિત્રલેખા વોચ વર્લ્ડ:
ઘડિયાળોનું પણ એક અનોખું વિશ્વ છે. અમારું 'વોચ વર્લ્ડ' મેગેઝિન ભારતનું અગ્રગણ્ય વોચ મેગેઝિન છે. વર્ષમાં ત્રણ વાર (એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરમાં) બે ભાષાની આવૃત્તિઓમાં પ્રકાશિત કરાતા આ મેગેઝિનની ખપત ૮૦,૦૦૦થી વધારે કોપીઓની છે. આ મેગેઝિનમાં વિવિધ બ્રાન્ડ વિશેની રસપ્રદ માહિતી, નવી લોન્ચ કરાયેલી વોચીસ, લેટેસ્ટ ટ્રેન્ડ, ડિઝાઈન, ઉત્પાદકો તથા મ્યુઝિયમોની મુલાકાત સાથેના અહેવાલો ઉપરાંત વિશ્વમાં સર્વોત્તમ એવી કેટલીક સ્વિસ વોચ બ્રાન્ડના પ્રેસિડેન્ટ સહિત અગ્રગણ્ય વ્યક્તિઓનાં પર્સનલ ઈન્ટરવ્યૂ પણ વાંચવા મળે છે. વિશ્વના આ ભાગમાં 'વોચ વર્લ્ડ' મેગેઝિને ખૂબ પ્રતિષ્ઠા હાંસલ કરી છે. |
| |
|
|
બીટીડબલ્યુ (બાય ધ વે) - 'ફાઈન લિવિંગ':
અંગ્રેજી ભાષાનું 'ફાઈન લિવિંગ' ચમક-દમકવાળું માસિક બીટીડબલ્યુ મુંબઈમાં સૌથી વધુ વેચાતું એક વૈભવી માધ્યમ છે. જગતની એક્સક્લુઝિવ માહિતી પીરસવા ઉપરાંત બેનમૂન ફોટોગ્રાફી, ટ્રાવેલ તથા વિવિધ વાનગીઓ વિશે અનોખું કવરેજ, આર્ટ તથા ઓટોમોબાઈલ્સ વિશ્વની લેટેસ્ટ માહિતી, વૈભવી જીવનશૈલી જીવતા લોકો તથા પ્રસંગો વિશેની અંતરંગ વાતોનો રસથાળ પીરસતું બીટીડબલ્યુ મેગેઝિન મુંબઈ તથા અમદાવાદમાં લાખો વાચકોમાં રસપૂર્વક વંચાય છે.
બીટીડબલ્યુ નોખું તરી આવે છે તેના આધુનિક લેઆઉટ સાથેની સ્ટાઈલિશ કન્ટેન્ટ અને ઉત્કૃષ્ટ ડિઝાઈનના કોમ્બિનેશનને લીધે. ગ્રુપના મુખ્ય બ્રાન્ડ મેગેઝિન, ચિત્રલેખા ગુજરાતીની સાથે વિતરણ કરાતું બીટીડબલ્યુ શ્રેષ્ઠતામાં માનનારા એડવર્ટાઈઝર્સને પસંદ પડે એવો ભપકો અને ફેલાવો ધરાવે છે.
|
| |
|
|
ચિત્રલેખા ટ્રાવેલ:
ગુજરાતી પ્રજા એટલે પ્રવાસ-પર્યટનની ભારે શોખીન. એ માટે તેઓ નાણાં ખર્ચવામાં કોઈ કસર બાકી ન રાખે. માટે જ ટૂર ઓપરેટરો પણ ગુજરાતીઓની માંગ તથા જરૂરિયાતોને અનુરૂપ એમની ટૂરોનું સંચાલન કરે છે. આવા વાચકોને આકર્ષિત કરવા અમે રજૂ કરીએ છીએ ત્રણ ટ્રાવેલ મેગેઝિન, વર્ષમાં ત્રણ વાર - એપ્રિલ, સપ્ટેંબર અને નવેંબરમાં. આ મેગેઝિને અત્યાર સુધીમાં ચાર ધામ, નાગાલેન્ડ અને ત્યાંની સંસ્કૃતિ, કર્ણાટકના નીલગીરી જંગલ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ફ્રાન્સ, પેરિસ, આયર્લેન્ડ, વોશિંગ્ટન (અમેરિકા), મયામી વગેરે જેવા અનેક સુંદર સ્થળોનું વાચકોને 'દર્શન' કરાવ્યું છે. |
| |
|
|
ચિત્રલેખા વેડિંગ:
ગુજરાતીઓ ભારે ઠાઠમાઠ અને ધામધૂમથી લગ્નસમારંભ યોજતા હોય છે તે સુવિદિત છે. આવા ઉત્સાહી લોકોને માહિતગાર કરવા માટે અમે દર વર્ષે ડિસેંબરમાં બહાર પાડીએ છીએ વેડિંગ મેગેઝિન. અમારા ચિત્રલેખા વેડિંગ મેગેઝિનમાં અનેક વિષયોને સામેલ કરવામાં આવે છે, જેમ કે - થીમ વેડિંગ્સ, વર અને કન્યા માટેની લેટેસ્ટ ફેશન (વસ્ત્રો તથા જ્વેલરી, બંનેમાં), ખાદ્ય ચીજો, હનીમૂન માટેનાં સ્થળો, તમારા ફેવરિટ ફિલ્મ તથા ટેલિવિઝન કલાકારોનાં ઈન્ટરવ્યૂ, લગ્ન અંગે તેમનાં મંતવ્યો તથા અનુભવો વિશેની માહિતી. આ મેગેઝિન સાથે તમારા જીવનના સૌથી મહત્વના પ્રસંગને યાદગાર બનાવી શકો છો. |
| |
|
| |
કસ્ટમ પબ્લિશિંગ ફોર ઈન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક મેગેઝિન્સઃ
વોચ કુટુરઃ
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક પ્લેટિનમ કાર્ડ હોલ્ડરોને ખાસ ધ્યાનમાં રાખીને આ પ્રકાશન વર્ષમાં બે વખત પ્રકાશિત કરવામાં આવે છે. આ બહોળી ફોર્મેટવાળું લક્ઝરી મેગેઝિન છે જેમાં હાઈ-વેલ્યૂ સ્વિસ વોચીસની રસપ્રદ વિગતો જાણવા મળે છે.
ઈઠોસ સમિટઃ
વર્ષમાં ત્રણ વાર પ્રકાશિત કરાતું આ મેગેઝિન ઈઠોસ ગ્રુપની સ્વિસ વોચીસને લગતું છે. આ ગ્રુપ દેશના એરપોર્ટ્સ ખાતે ડ્યૂટી ફ્રી વોચ શોપ્સ તેમજ મોટા શહેરોમાં વોચ બુટિક્સનો ફેલાવો ધરાવે છે.
વિઝન એશિયાઃ
ટીવી/ફિલ્મની માહિતીને લગતું, મનોરંજનનો રસથાળ સમું આ માસિક ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં વાચકો માટે પ્રકાશિત કરવામાં આવે છે. |
|
| |
|
|
|