Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

કરાંચી- પાકિસ્તાનના સહવાન વિસ્તારમાં આવેલ એક સુફી દરગાહ લાલ શાહબાજ કલંદર પર ગુરુવાર રાત્રે એક બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં 72 લોકોના મોત થયા છે. અને અંદાજે 150 લોકો ઘાયલ થયા છે. મરનારમાં 12 મહિલાઓ અને 4 બાળકો સામેલ છે.

પાકિસ્તાનમાં એક સપ્તાહમાં જ પાંચમો આતંકી હુમલો થયો છે. હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISIS એ લીધી છે. કરાંચીથી 200 કિલોમીટર દૂર આવેલ આ દરગાહમાં જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે એક સૂફી રસ્મ ‘ઘમાલ’નું આયોજન કરવામાં આવ્યું હતું, અને તે સમયે મોટી સંખ્યામાં જાયરીન હાજર હતા ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવાયા છે અને મનાઈ રહ્યું થે મરનારની સંખ્યામાં વધારો થઈ શકે છે.

ઘટના બન્યા પછી પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું હતું કે પીડિતોની સામે મારી સંવેદના છે. પણ અમે આવી હરકતથી ડરતા નથી અને અમારા ભાગ પણ નહી થાય. આપણે પાકિસ્તાનની ઓળખ મુજબ માનવતાથી એકસાથે રહેવું જોઈએ. પાકિસ્તાન સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાના કહેવા પ્રમાણે હવે ઈંતેજારીનો બંધ તૂટી ગયો છે અને લોહીના એકે એક ટીપાનો બદલો લેવામાં આવશે.

પાકિસ્તાનમાં આ હૂમલા પછી ટ્વીટર પર લોકોએ ગુસ્સો ઉતાર્યો હતો, અને શોક પણ વ્યકત કર્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS