Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વોશિંગ્ટન – રોક એન્ડ રોલના મહાન કલાકાર ચક બેરીનું શનિવારે એમના નિવાસસ્થાન ખાતે નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતા.

અમેરિકાના મિસૌરી રાજ્યની પોલીસના જણાવ્યા મુજબ, ચક બેરીનું નિધન સેન્ટ ચાર્લ્સ કાઉન્ટીમાં થયું હતું. બેરીએ સ્થાનિક સમય અનુસાર મધરાત બાદ 1.26 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો.

ચક બેરીએ 1955માં પહેલી વાર દુનિયાને સુપર હિટ ગીત આપ્યું હતું. 1926માં મિસૌરીના સેન્ટ લૂઈમાં જન્મેલા ચક બેરીએ સાત દાયકાની લાંબી કારકિર્દીમાં રોલ ઓવર બીથોવન અને જોની બી ગુડ જેવા અનેક હિટ ગીતા આપ્યા હતા.

વર્ષ 1984માં એમને ગ્રેમી લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

1986માં રોક એન્ડ રોલ હોફ ફેમમાં સામેલ થનાર ચક બેરી પહેલા જ વ્યક્તિ હતા.

ગયા વર્ષે એમણે ચાર દાયકા બાદ પહેલા આલબમ ‘રિલીકા’ની જાહેરાત કરી હતી. જેને તેઓ એમની પત્ની થેમેટા ટોડીનાં નામે સમર્પિત કરવાના હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS