Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ભૂજ-આજે વિશ્વ ચકલીદિન નિમિત્તે કચ્છ યુનિવર્સીટી ખાતે ચકલીદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચકલીના અસ્તિત્વ અંગે મનોમંથન કરાયું હતું. તેમ જ ચકલીઘર,  પાણીના કુંડાનૂં વિતરણ કરાયું હતું. કાળઝાળ ગરમીમાં માનવી તો પોતાની તરસ છીપાવી દે છે. પણ ચકલી જેવા અબોલ પંખીઓ તરસ છીપાવવા ક્યાં જાય. તેમા પણ એક સમયે ચીં… ચીં…. ચીં. નો અવાજ કરી ઘરમાં કે વગડામાં ઉડાઉડ કરતી  ચકલીનું અસ્તિત્વ લુપ્ત થવા માંડ્યું છે. ત્યારે ભૂજની એક જીવદયા સંસ્થા છેલ્લા કેટલાક વર્ષોથી ચકલી જેવા અબોલ પંખીને બચાવવા ઝૂંબેશ ચલાવી રહી છે.માનવસેવા સંસ્થા દ્વારા દર વર્ષે 10,000 ચકલીઘર દેશ અને વિદેશમાં વિતરણ કરવામાં આવે છે.

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સંસ્થા દ્વારા અલગ અલગ જગ્યાએ 3000 ચકલીઘરનું વિતરણ કરવામાં આવશે, ચકલીઘરો રંગબેરંગી અને કલાત્મક ડીઝાઇનમાં બનાવવામાં આવ્યા હોઇ લોકો પણ હોંશથી ચકલી માટે જીવદયા બતાવી રહ્યા છે. જે ચકલીના અસ્તિત્વને ટકાવવામાં જરૂર મદદરૂપ થશે


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS