Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વડોદરા- ભારતમાં આઝાદી પહેલાંની એક અનોખી ઈંગ્લેન્ડ મેડ કાર વડોદરાના એક પરિવાર પાસે છે. આ પરિવારે છેલ્લા 58 વર્ષથી કારની કાળજીપૂર્વક જાળવણી કરી સાચવી છે. ઇ.સ 1922ના મોડલની ઓસ્ટીન 7 કાર, ઇ.સ 1926માં ભારતમાં આવી અને ત્યારબાદ કાઝી મુઝફ્ફર અહેમદ હુસૈન (93)  રાજપીપળાથી ખરીદી વડોદરા શહેરમાં લાવ્યાં હતા. આજે તેઓની ત્રીજી પેઢી દ્વારા આ વીન્ટેજ કારની જાળવણી કરી તેને ચાલુ હાલતમાં રાખવામાં આવી છે.

તાજેતરમાં જ કાઝી મુઝફ્ફર અહેમદ હુસૈનના પુત્રો દ્વારા ગત 31મી ડીસેમ્બરના રોજ આ કારને શહેરના રાજમાર્ગો પર ફેરવવામાં આવી હતી. જે ઓસ્ટીન 7 કન્વર્ટેબલ કાર તરીકે પણ ઓળખાય છે.

શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા 93 વર્ષીય કાઝી મુઝફ્ફર અહેમદ હુસૈન જેઓ ગાયકવાડ સરકારના શાસનમાં શહેરના કાઝી તરીકે ફરજ બજાવતા હતાં. તેઓ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સમગ્ર પ્રક્રિયા પુરી પાડતા હતા. તથા તેમના પિતા અહેમદ હુસૈનને મહારાજ પ્રતાપસિંહ ગાયકવાડના હસ્તે રાજરત્નથી સમ્માનિત કરવામાં આવ્યાં હતા. જેઓ પ્રાતસિંહ ગાયકવાડના પર્સનલ આસીસ્ટન્ટ તરીકે તેઓની સાથે રહેતા અને કામ કરતા હતા.

કાઝી મુઝફ્ફર અહેમદ હુસૈન ગાડીઓના શોખીન હોવાથી તેઓ ભારતની આઝાદી પૂર્વે 1959માં રાજપીપળાથી ઓસ્ટીન 7 કાર રૂ. 2900માં ખરીદી હોવાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ કાર ગત વર્ષે શહેરમાં યોજાયેલા વિન્ટેજ કાર શોમાં પણ શામેલ કરવામાં આવી હતી. કારની ખાસ જાળવણી માટે ઘરની નીચે એક ગેરેજ બનાવવામાં આવ્યું છે, જેમાં કાર પાર્ક કરવામાં આવે છે. પરિવાર સાથે વાતચીત કરતા તેઓ જણાવ્યું હતું કે, આ કાર અમારી માટે અમૂલ્ય છે જેની કોઇ કિમંત આંકી ન શકાય, અમારા પિતા અને દાદાની યાદગીરી છે આ કાર, ગુજરાતમાં એક માત્ર ઓસ્ટીન 7 કારનું મોડલ છે. જે અમારી પાસે છે.

કેવી રીતે ચાલે છે આ વિન્ટેજ કાર

ઓસ્ટીન 7 કાર બે રીતે ચાલુ થાય છે. કારના એન્જીનની આગળ એક હેન્ડલ આપવામાં આવ્યું છે જે ગોળ ફેરવતાની સાથે ગાડીનું એન્જિન શરું થઇ જાય છે. તે ઉપરાંત ગાડીમાં સ્ટાર્ટરની પણ સુવિધા આપવામાં આવી છે. ખાસ પ્રકારની હેડ લાઇટ જે કેરોસીનથી ચાલે છે.

વર્ષો પહેલા જ્યારે કારમાં બેટરીની સુવિધા ન હતી.  પરંતુ રાત્રિના સમયે અંધારામાં પ્રવાસ કરવા માટે કારમાં લાઇટ હોવી આવશ્યક છે. જેથી ઓસ્ટીન 7 કારની હેડ લાઇટમાં કેરોસીન ભરવામાં આવતું અને ત્યારબાદ કાર શરુ કરતાં હેડ લાઇટ ચાલુ થતી હતી. જે તાજેતરમાં જ એવી જ રીતે ચાલી રહીં છે. આ ઉપરાંત કારની હેડ લાઇટ મેગ્નેટિક પાવરથી પણ ચાલી શકે તેમ છે.

19 વર્ષીય સમદ અસદ કાઝી જે જય અંબે સ્કૂલમાં ઘો. 11માં અભ્યાસ કરે છે. તેની સાથેની ખાસ વાતચીતમાં સમદએ જણાવ્યું હતુ. કે ઓસ્ટીન 7 ઈંગ્લેન્ડની કાર મારા દાદાએ ખરીદેલી કાર છે, જે હાલમાં સારી સ્થિતિમાં હોવાથી તેને ફેરવી શકાય તેમ છે. મને જો દુનિયાની મોંઘીમાં મોંઘી કાર પણ મળે તો પણ હું મારા દાદાએ ખરીદેલી કારમાં જ ફરીશ. મને ઓડી, બીએમડબ્લ્યુ, બેન્ટલે, ફરારી, મર્સીડીઝની તુલનામાં ઓસ્ટીન 7 ઈંગ્લેન્ડ મારી પ્રિય છે.

ઓસ્ટીન 7 કારની વિશેષતા

  • કન્વર્ટેબલ કાર તરીકે પણ ઓળખાય છે.
  • કારના સ્ટિયરીંગ પર એક બટન આપવામાં આવ્યું છે, જેમાં એન્જિન રેસ કરવા માટે થ્રોટલ બટન આપ્યું છે.
  • સ્ટિયરીંગની બીજી બાજુ આપેલું બટન દબાવવાથી કાર શરું કરતા સમયે ઝટકો ન લાગે તે માટે આપવામાં આવ્યું છે. જેને એડવાન્સ બટન કહેવામાં આવે છે.
  • કારમાં ગેર બોક્સ તથા હેન્ડ બ્રેકની પણ સુવિધા છે.
  • કારમાં ચાર લોકો બેસી શકે તેવી આરામદાયક જગ્યા છે.
  • ઓસ્ટીન 7 કારની ઉપરનું રુફ ખોલી પણ શકાય અને બંધ પણ કરી શકાય છે.
  • કારના ટાયરની માપ અને હાલની બુલેટ મોટર સાઇકલના ટાયરનું માપ એક સરખુ છે. જેથી કારમાં બુલેટ મોટર સાઇકલના ટાયર લગાડવામા આવ્યાં છે.
  • કારમાં સ્પીડ ફીક્સ હોવાથી સ્પીડ મીટરની જગ્યાએ, વોટર મીટર અને ઓઇલ મીટર આપવામાં આવ્યાં છે.

ઓસ્ટીન 7 કાર


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS