Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

સૂરત– સૂરતમાં તીન તલાકનો ડર બતાવી વધુ એક મુસ્લિમ સગર્ભાને પતિએ કાઢી મૂકી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. 9 માસના ગર્ભ સાથે ફેમિલી કોર્ટમાં ન્યાય માટે ગયેલી સગર્ભાને પતિ અને નણંદે જાહેરમાં ફટકારી હોવાનું પણ જાણવા મળ્યું છે. સૂરત સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલ પીડિતાએ જણાવ્યું હતું કે, પહેલી પત્ની અને તેના બે બાળકોની વાત છુપાવી મારી સાથે દગાબાજી કરાઈ છે. મારા પિતાના ઘરેથી લગ્નમાં આપેલા દાગીના પણ સાસરિયાંઓએ લઇ લેતાં પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે.

વધુમાં જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં જ તેમના લગ્ન ભેસ્તાન આવાસમાં રહેતાં વસીમ સૈયદ સાથે થયાં હતાં. આજે તેઓ 9 મહિનાના ગર્ભ સાથે પતિ અને નણંદ સામે લડી રહ્યાં છે. 7 વર્ષ પહેલાં પહેલી પત્ની અને બે સંતાનોને તરછોડી દેનાર વસીમે કુંવારો હોવાનું કહીં છેતરપિંડીથી લગ્ન કર્યા હતાં. ચાર માસનો ગર્ભ રહેતાં જ વસીમે પહેલાં લગ્ન થયાં હોવાની અને બે બાળકોનો પિતા હોવાનું કહીં આંચકો આપ્યો હતો. ત્યારબાદ ગર્ભ પડાવી દેવા બહેનોની મદદથી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

પીડિતાએ ન્યાય માટે ફેમિલી કોર્ટના દ્વાર ખખડાવ્યાં હતાં. જ્યાં ફરિયાદ કરતાં જ પીડિતાના પતિ અને સાસરિયાઓએ કોર્ટ કેમ્પસમાં તેને ફટકારી જમીન પર ફેંકી દીધી હોવાનું પીડિતાની માતાએ જણાવ્યું હતું.

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS