Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદઃ શ્રાવણ મહિનામાં ચોથથી લઈને શરૂ થતા પર્વોનું આપણા ત્યાં ખૂબ મહત્વ છે. આજે આપણે Chitralekha.com પર વાત કરીશું રાંધણ છઠના તહેવારના મહત્વની.

રાંધણ છઠએ શીતળા સાતમ સાથે સંકળાયેલો તહેવાર છે. સાતમના આગલા દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપીગૂંપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે.ચૂલો, સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે.

આંબાના રોપનું રહસ્ય એ છે કે, સારાયે કુટુંબીવર્ગને આમ્રવૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે.ભારતીય સંસ્કૃતિએ પ્રત્યેક સેવાના સાધનને પવિત્ર ગણી તેનું પૂજન કરવા અનુરોધ કર્યો છે. સ્ત્રી સગડી, ઘંટી, સાવરણી, સૂપડું વગેરે સેવાના સાધનોની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે, ખેડૂત હળની તથા અન્ય ખેતીના ઓજારોની પૂજા કરે છે, વેપારી ત્રાજવા અને ચોપડાઓનું પૂજન કરે છે. પંડિત કે વિદ્વાન વર્ગ પોતાના પુસ્તકનું પૂજન કરે છે. આ રીતે આપણી સંસ્કૃતિ પ્રત્યેક સેવા કર્મને પવિત્ર માન એવો અનુરોધ કરે છે તે યથાર્થ જ છે.

અહેવાલઃ હાર્દિક વ્યાસ


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS