Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

સૂરત- એક ડાયમંડ કંપની દ્વારા 125 કર્મચારીઓના પરિવારની મહિલાઓને નવી ટેક્નોલોજીથી સજ્જ મોપેડ ભેટમાં આપવામાં આવ્યાં છે. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ દક્ષેશ ઠાકરના હસ્તે 125 કર્મચારીઓને મોપેડ આપવામાં આવ્યાં હતાં. કર્મચારીઓ રજા ન પાડે તે માટે તેના પરિવારની 125 મહિલાઓને નવી ટેક્નોલોજી બીએસ-4 એન્જીનવાળી એક્ટિવા 4જી ભેટમાં આપવામાં આવ્યાં હતાં.

સૂરતની દીર્ઘ ડાયમંડ દ્વારા લોયલ્ટી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં કર્મચારીઓના પરફોર્મન્સ પર ભેટમાં એક્ટિવા આપવાનું નક્કી કરાયું હતું. જેથી 125 કર્મચારીઓના પરિવારની મહિલાઓને એક્ટિવા ભેટમાં આપવામાં આવી હતી. ડાયમંડ કંપનીના માલિક લક્ષ્મીદાસ વેકરીયાએ જણાવ્યું હતું કે, દીર્ઘ ડાયમંડ કંપનીમાં જૂના કર્મચારીઓનો સિંહ ફાળો રહ્યો છે. આવા 125 કર્મચારીઓ રજા ન પાડે તે માટે તેના પરિવારની 125 મહિલાઓને નવી ટેક્નોલોજી બીએસ-4 એન્જીનવાળી એક્ટિવા 4જી ભેટમાં આપવામાં આવ્યાં છે.

દીર્ધ ડાયમંડ કંપની સૂરતમાં 2010માં શરૂ કરવામાં આવી હતી. હાલ આ કંપની સૂરત અને મુંબઈમાં ઓફિસ ધરાવે છે. જેમાં 500 કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. તમામ કારીગરો દીર્ધ ડાયમંડ પરિવાર તરીકે ઓળખાય છે. જેથી તેમના સતત પ્રયાસથી સફળતાની સિડી ચઢનાર કંપનીએ 125 કર્મચારીઓના પરિવારની મહિલાને મોપેડ ભેટમાં આપ્યાં છે.

વધુમાં જ્ણાવ્યું હતું કે, ઘણીવાર કર્મચારીઓના ઘરે ગાડીના અભાવે કામ છોડીને જવું પડે છે. એવામાં આજના સ્વનિર્ભર જમાનામાં મહિલાઓ પણ સ્વનિર્ભર બને તે હેતુથી રત્નકલાકારો તેમજ કેટલાંક કર્મચારીઓ ઓવરટાઇમ કરી સારું પ્રોડક્શનને લગતી કામગીરી કરતાં હોય છે. એવામાં ઓવરટાઇમ પૈકી નિકળતો પગાર તથા બોનસની રકમના 60 ટકા ભાગ કંપની ચૂકવી તેમના ઘરની મહિલાઓને કેન્દ્રમાં રાખી મોપેડ આપવાનું નક્કી કરાયું હતું. રત્નકલાકારો પોતાના 40 ટકા ભાગમાંથી ઇએમઆઇ ચૂકવી શકશે.

દિર્ધ ડાયમંડ કંપનીના કર્મચારી દિનેશ કાછડીયાએ જણાવ્યું હતું કે, ભારત જેવા 7 દેશમાં દીર્ઘ ડાયમંડ કંપની છે, કંપની વર્ષે 400 કરોડનું ટન ઓવર કરે છે. જેમાં કંપનીના પ્રામાણિક કર્મચારીનું વિશેષ યોગદાન છે જેને પગલે કર્મચારીને અત્ય આધુનિક ટેકનોલોજી વાળી મોપેડ આપી રહ્યાં છે. આ મોપેડ કર્મચારીને નહીં પણ તેમના પરિવારને આપવા પાછળનું કારણ એ છે કે, કર્મચારી ઓફિસ આવી ગયા બાદ ઘરનું ઘણું કામ બાકી રહી જાય છે જેને પગલે તેમની ગેરહાજરીમાં તેમનો પરિવાર મોપેડના માધ્યમથી અન્ય કામો સરળતાથી કરી શકે તે માટે કંપનીએ મોપેડ આપવાનો નિર્ણય કર્યો હતો.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS