Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી– વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ ગુજરાતમાં રાષ્ટ્રીય રાજમાર્ગ – 8ઇના પોરબંદર-દ્વારકા સેક્શનને ફોર લેન તરીકે વિકસાવવાની મંજૂરી આપી છે. આ માટે જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસન તથા નિર્માણ પૂર્વેની અન્ય કામગીરીઓ માટે અંદાજે રૂ. 1958.88 કરોડનો ખર્ચ થશે. માર્ગની કુલ લંબાઈ અંદાજે 118 કિમી હશે. આ કામગીરી હાઇબ્રિડ એન્યૂઇટી મોડ પર રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પ્રોજેક્ટ (એનએચડીપી)ના ચોથા તબક્કા હેઠળ હાથ ધરવામાં આવશે.

આ પ્રોજેક્ટથી ગુજરાતની માળખાગત સુવિધામાં ઝડપથી સુધારો કરવામાં મદદ મળશે તેમજ પોરબંદર-દ્વારકા સેક્શન વચ્ચે અવરજવર કરતા ટ્રાફિક, ખાસ કરીને ભારે ટ્રાફિક માટે પ્રવાસનો સમય અને ખર્ચ ઘટશે. આ પટ્ટાનો વિકાસ રાજ્યના આ વિસ્તારમાં રહેતા લોકોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવામાં પણ મદદ કરશે.

આ પ્રોજેક્ટની કામગીરીઓ માટે સ્થાનિક મજૂરોની રોજગારીની સંભવિતતામાં પણ વધારો કરશે. એક અંદાજ મુજબ, એક કિલોમીટરના હાઇવેનું નિર્માણ કરવા કુલ 4,076 માનવદિવસની જરૂર પડે છે. આ રીતે આ પટ્ટાના નિર્માણ દરમિયાન સ્થાનિક સ્તરે 4,80,000 (અંદાજે) માનવદિવસોની રોજગારીની સંભવિતતા ઊભી થશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS