Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વલસાડ : હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ અપરએર સર્કયુલેશનના કારણે ગુજરાત પર છવાયેલા વાદળો દક્ષિણ ગુજરાતમાં  મન મૂકીને વરસી રહ્યાં છે. વલસાડ જિલ્લામાં તમામ તાલુકામાં છેલ્લા 36 કલાકમાં ચારથી છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. હજુ પણ વરસાદ ચાલુ છે. મધુબન ડેમમાં 45,944 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જે માટે ડેમના તમામ 10 દરવાજા 1.50 મીટરના લેવલ સુધી ખોલવામાં આવ્યાં છે. જેના થકી 52,556 ક્યૂસેક પાણીને દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેનાથી દમણગંગા નદી ઓવરફ્લો થઇ વહી રહી છે. શહેરીજનો પણ વરસતા વરસાદમાં દમણગંગા નદીનો નજારો માણવા ઉમટી પડ્યાં છે. છેલ્લાં 36કલાકના વરસાદમાં વલસાડ 85mm,પારડી 76mm, વાપી 96mm,ઉમરગામ  111mm,ધરમપુર 76mmકપરાડા 137mm વરસાદ વરસ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS