Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરમાં વેંચાતા જાણીતી કંપનીઓના ઠંડા પીણાના ગોડાઉનોમાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઠંડા પીણાના સેમ્પલો મેળવી લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યાં હતાં. ઉનાળાની ઋતુના પારંભ સાથે વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને આમંત્રણ આપતી અખાદ્યચીજો સામે કડક ઝૂંબેશ શરૂ કરી હતી. જેમાં કેમિકલથી પકાવવામાં આવતી કેરીના ગોડાઉનો, તડબૂચના પથારા, શેરડી રસના કોલા, બરફનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ, કેરીના જ્યુસ સેન્ટરો ઉપર ચેકીંગ શરૂ કર્યું હતું. કોકો કોલા, ફેન્ટા, મિરીન્ડા, માઝા, થમ્પ્સઅપ જેવા ઠંડા પીણાની બોટલો ઉપર એક્સપાયરી ડેટની ચકાસણી કરી હતી. આ સાથે વિવિધ ઠંડા પીણા પીવા લાયક છે કે નહીં તેની તપાસ માટે સેમ્પલો લઇ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યાં હતાં.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS