અમદાવાદઃ વરસાદની રાહત, રાત્રે ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદઃ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસ્યા બાદ લાંબા સમયથી અમદાવાદે વિરામ લીધો હતો. જો કે ગઈકાલે રાત્રે છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા અમદાવાદીઓને વરસાદ પડતા હાશકારો થયો છે. અમદાવાદમાં ગઈકાલ રાત્રે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

અમદાવાદના થલતેજ, આનંદનગર, જીવરાજપાર્ક, ઉસ્માનપુરા, ચાંદખેડા, અખબારનગર, શિવરંજની, અને શ્યામલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો આ સીવાય અન્ય વિસ્તારની વાત કરીએ તો કાલુપુર, શાહપુર, આશ્રમરોડ, અને ઉસ્માનપુરામાં એક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ચાંદખેડામાં 1 ઈંચ વરસાદ, ગોતામાં અડધો ઈચ અને રાણીપ, બોડકદેવ તેમજ વેજલપુર સહિતના વિસ્તારોમાં અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

તો આ સીવાય ગોતા, એસજી હાઈવે, સહિતના અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા અગાઉ જ વરસાદની આગાહી આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જેના કારણે 8મી ઓગષ્ટથી રાજ્યમાં ફરીવાર મેઘરાજા પધરામણી કરી શકે છે. તો અમદાવાદ સીવાય દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.