Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

દાંતા તાલુકો મહત્તમ આદીવાસી વિસ્તાર છે અને આદીવાસી લોકો માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આદિવાસી લોકોનાં સુખાકારી માટે મંજૂર પણ કરાયેલી છે, ત્યારે દાંતા તાલુકાના મહોબત્તગઢ ગૃપ ગ્રામ પંચાયતનાં  વિરપુર ગામ, જ્યાં આજે પણ શિક્ષણની પુરતી સુવિધા ઉપલબ્ધ કરાઇ નથી. પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી માટે વર્ષોથી માંગણી કરાઇ રહી છે.  પંચાયત દ્વારા અનેક વખત ઠરાવો કરીને પણ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવ્યા છે. વહીવટીતંત્ર આ ગામ ને જાણી જોઇએ ને પછાત રાખવાં માગતુ હોય તેમ ગામની સંગર્ભા બહેનોને રસીકરણ માટે પણ પાંચ કિલોમીટર દુર જવુ પડે છે.  નાના બાળકોને પ્રાથમિક શાળામાં 2 થી 3 કિલોમીટર દુર જવુ પડે છે.  તેમાં પણ ચોમાસા દરમિયાન નદીનાળા આવી જતાં, ત્યારે શાળાએ પણ જઇ શકાતું નથી. આજે પણ આ વિરપુર ગામમાં પાંચ વર્ષ સુધીનાં 45 જેટલાં બાળકો છે, અને સાત જેટલી સગર્ભા બહેનો પણ છે. જો  આ ગામમાં માંગણી મુજબની આંગણવાડી શરૂ કરવામાં આવે તો પાંચ વર્ષ સુધીના બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે અને સગર્ભા બહેનોને રસીકરણ પણ સ્થાનિક સ્તરે થઇ શકે તેમ છે.

તસ્વીર અને અહેવાલ- ચિરાગ અગ્રવાલ


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS