Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

કંડલા ગાંધીધામથી મુંબઈ અને દિલ્હીની હવાઈસેવા શરૂ કરવાની કેન્દ્ર સરકારમાં ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એશોસિએશન (ફોકિયા)ના પ્રતિનિધિમંડળ દ્વારા રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે. ફોકિયાના મિલિંદ હાર્દિકારના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે દિલ્હી ખાતે નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન જયંત સિંન્હાને મળીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં રજૂઆત કરી હતી કે કંડલા અથવા ગાંધીધામથી મુંબઈ અને દિલ્હી માટે એર ઈન્ડિયા દ્વારા નિયમિત એટીઆર ફ્લાઈટ શરૂ કરવામાં આવે. ફોકિયાની યાદી મુજબ, સિંન્હા દ્વારા આ સૂચનને આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને અનુલક્ષીને મહત્ત્વનું ગણાવાયું હતું અને ઈમારત-માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં સરકારના સહકારની ખાતરી આપી હતી. ફોકિયાના પ્રતિનિધિમંડળે મુસાફરોની વ્યાપક સંભાવના, કંડલાનો રન-વે, ઉપલબ્ધ માળખા વિશેની રજૂઆત કરી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS