Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગિરિમથક સાપુતારામાં મેઘરાજાએ પોતાની પધરામણી કરતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સાપુતારાનું હૃદય ગણાતાં નૌકાવિહાર અને ટેબલ પોઇન્ટ સાથે જ વઘઇ નજીકનો ગીરાધોધ પણ ખીલી ઉઠતાં તેનો નજારો જોવા પ્રકૃતિપ્રેમીઓ ઉમટી પડ્યાં છે. ખળખળ વહેતાં ગીરાધોધના પાણીના સૌંદર્યને નિહાળીને પ્રવાસીઓ ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યા છે. પાણીના ધોધના ગર્જના કરતા અવાજ સાથે પડી રહેલા ધીમીધારના વરસાદમાં પ્રવાસીઓ આહલાદક ક્ષણને પોતાના કેમેરામાં કંડારી લેવાની મોજ પણ લઇ રહ્યાં છે.

ગીરાધોધની વધુ તસવીરો


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS