Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ભાવનગર-ભગવાન જગન્નાથજીની રથયાત્રા ને લઈ ને ભાવેણાવાસીઓની જોરશોરથી તૈયારી શરૂ થઈ ગઈ છે. ભાવનગરના અભિષેકે પોતાના કલાને નીખારતાં ભગવાન જગન્નાથજીના રથની કલાકૃતિ બનાવી છે. ભાવનગરના સુભાષનગરમા રહેતાં ઉપેન્દ્રભાઈ રાઠોડના પુત્ર અભિષેકે મન મોહી લે એવો સુંદર રથ બનાવ્યો છે. આ રથ લાકડામાંથી જ બનાવ્યો છે. જેમાં વેલ્વેટની ચટાઈ, ઘોડા, તેમ જ પુરા રથ માં સિરીઝ પણ ગોઠવી છે અને ભગવાનની મૂર્તિ જેવી અનેક વસ્તુઓ લગાવી છે. અભિષેકે આ રથ બે મહિનાના સમયગાળામાં બનાવ્યો છે. અભિષેક  ધોરણ 8 માં અભ્યાસ કરે છે અને આવી અનેક ચીજવસ્તુઓ બનવાનો તેને શોખ છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS