Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

કચ્છનાં નખત્રાણાના સાંયરા ગામે નાયબ ખેતી નિયામકની કચેરી, ખેડૂત તાલીમ કેન્દ્ર ભુજ તથા આત્મા-કચ્છ દ્વારા “પાક પરિસંવાદ તથા કૃષિ પ્રદર્શન” નો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમ મુખ્યત્વે ખેડૂતોને આધુનિક યુગમાં સચોટ ખેતી અંગે માર્ગદર્શન અપાયું હતું. કૃષિ ઓજાર, જંતુનાશક દવા, ખાતર, બિયારણ વિગેરેને લગતા ૨૦ જેટલા પ્રદર્શન સ્ટોલ નિર્દશન માટે રાખવામાં આવ્યા હતા અને સજીવ ખેતી ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં નખત્રાણા, લખપત, અબડાસા અને માંડવી તાલુકાઓમાથી અંદાજે ૧૦૦૦ થી વધુ ખેડૂતોએ હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS