ચીન, મકાઉ, હોંગકોંગને જોડતો દરિયાઈ બ્રિજ ખુલ્લો મૂકાયો…

0
3285
ચીનના ઝુહાઈ પ્રાંત અને મકાઉ તથા હોંગકોંગને જોડતો બ્રિજ, જે દરિયા પર બાંધવામાં આવેલો દુનિયાનો સૌથી લાંબો બ્રિજ છે તેની પર 23 ઓક્ટોબર, બુધવારે વાહનવ્યવહાર શરૂ કરવામાં આવ્યા બાદ લોકોએ સફરનો આનંદ માણ્યો હતો. એન્જિનીયરિંગના અદ્દભુત નમૂના, અજાયબી સમાન આ બ્રિજ દક્ષિણ ચીનના ગ્વાંગડોંગ પ્રાંતના ઝુહાઈમાં દરિયા પર બાંધવામાં આવ્યો છે. આ બ્રિજ 55 કિલોમીટર (34 માઈલ) લાંબો છે અને તે આઠ અબજ ડોલરના ખર્ચે બાંધવામાં આવ્યો છે.