ટ્યૂલિપ ફૂલોની કાર્પેટ…

0
3822
તુર્કીના પાટનગર ઈસ્તંબુલમાં સુલતાનમેત ચોક ખાતે 12 એપ્રિલ, ગુરુવારે ટ્યૂલિપ ફૂલોને એવી રીતે બિછાવવામાં આવ્યા છે જાણે ફૂલોની કાર્પેટ મૂકી હોય. વિશ્વની સૌથી મોટી ટ્યૂલિપ કાર્પેટ ગણવામાં આવે છે. આ માટે લગભગ 3 કરોડ જેટલા ટ્યૂલિપ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર્પેટ 1,453 સ્ક્વેર મીટરની છે. દર વર્ષે ટ્યૂલિપ મહોત્સવ યોજવામાં આવે છે અને એ વખતે આ ફૂલો ઠેરઠેર રસ્તાઓ પર બિછાવવાથી ઈસ્તંબુલની કાયાપલટ થઈ જાય છે. આ વખતે પણ અનેક શેરીઓ, ઉદ્યાનોમાં વિવિધ વેરાયટીનાં ટ્યૂલિપ ફૂલોને બિછાવવામાં આવ્યા છે. આ મહોત્સવ આ મહિનાના અંત સુધી ચાલે છે.