સ્ટેચ્યૂ ઓફ યુનિટીઃ 1.28 લાખ મુલાકાતીઓ આવ્યાં…

0
6086
ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાયાને અને સ્મારક જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયાને 11 દિવસોમાં 1.28 લાખ લોકો આ સ્મારકની મુલાકાત લઈ ચૂક્યાં છે. દિવાળીના દિવસોમાં અને શનિવાર-રવિવારની રજાના દિવસોમાં મુલાકાતીઓનો પ્રવાહ પુષ્કળ રહ્યો હતો. એ બે દિવસમાં 50 હજારથી વધુ લોકો આવ્યા હતા. ગુજરાત ઉપરાંત દેશના અન્ય ભાગોમાંથી પણ ઘણાં લોકો સ્મારક જોવા આવે છે. ભારતના લોખંડી પુરુષની દુનિયાની સૌથી ઊંચી, વિરાટ પ્રતિમાનાં દર્શન કરવા માટે આવતા લોકોની લાંબી લાઈન લાગે છે. નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમ સામે બંધાયેલી સરદાર પટેલની આ પ્રતિમા 182 મીટર ઉંચી છે.