અમદાવાદઃ આકર્ષક આકારની ટ્રાફિક પોલીસ ચોકી…

0
6853
અમદાવાદ શહેરમાં ચારેય તરફ ઝડપથી વઘતા જતા ટ્રાફિકની સમસ્યાથી સૌ પરેશાન છે. વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ, હોમગાર્ડ્ઝ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો સતત કાર્યરત રહેતા હોય છે. ટ્રાફિક શાખા સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે શહેરમાં માર્ગોની એક તરફ નવી ચોકીઓ બનાવવામાં આવી રહી છે. કેટલીક ચોકીઓને અવનવા આકાર અપાઇ રહ્યા છે. જેમ કે, પંચવટી વિસ્તાર પાસે બનાવવામાં આવેલી નવનિર્મિત ટ્રાફિક પોલીસ ચોકીને વ્હીસલ (સીટી)નો આકાર આપવામાં આવ્યો છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)