Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ભારતના વિજેન્દર સિંહ બેનીવાલે 5 ઓગસ્ટ, શનિવારે મુંબઈમાં યોજાઈ ગયેલા બેટલ ગ્રાઉન્ડ એશિયા નામક મુકાબલામાં ચીનના ઝુલ્ફીકાર મૈમૈતિયાલીને 10-રાઉન્ડની રોમાંચક ફાઈટમાં જજીસના સર્વાનુમત ચુકાદામાં હરાવીને પોતાનું WBO એશિયા પેસિફિક સુપર મિડલવેઈટ વિજેતાપદ જાળવી રાખ્યું છે અને હરીફ બોક્સરનું WBO ઓરિએન્ટલ સુપર મિડલવેઈટ વિજેતાપદ પોતાના કબજામાં લઈ લીધું છે. આ ફાઈટ જોવા માટે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, સોનુ સૂદ જેવા બોલીવૂડ કલાકારો તેમજ યોગગુરુ બાબા રામદેવ જેવી અમુક નામાંકિત હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી. હરિયામાના વિજેન્દરે પ્રોફેશનલ બોક્સિંગમાં પોતાનો આ સતત 9મો વિજય નોંધાવ્યો છે. સામે છેડે, ચાઈનીઝ મૈમૈતિયાલી 9 પ્રોફેશનલ મુકાબલાઓમાં અજેય રહ્યો હતો, પણ વિજેન્દરના હાથે હાર્યો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS