Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન ક્રિકેટર-કેપ્ટન સ્ટીવ વૉએ સિડનીમાં રહેતા એમનાં એક બેઘર મિત્ર બ્રાયન રડનાં નિધન બાદ એના અસ્થિનું વારાણસીમાં દશાશ્વમેધ ઘાટ ખાતે ગંગા નદીમાં વિસર્જન કર્યું હતું. સ્ટીવ વૉનો એ મિત્ર સિડનીમાં ઈસ્કોન મંદિરની સામેના રસ્તા પર બેઘર અવસ્થામાં રહેતો હતો અને એણે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે એના મૃત્યુ બાદ એનાં હિન્દુ રીતરિવાજ અનુસાર એના અસ્થિને ભારતમાં ગંગા નદીમાં પધરાવી દેવા. પોતાના મિત્રની ઈચ્છા પૂરી કરવા માટે વૉ એમના અન્ય મિત્ર જોન્સનની સાથે વારાણસી આવ્યા હતા. એક કર્મકાંડી પંડિતે હોડીમાં બેસાડીને વૉને અસ્થિ વિસર્જનની વિધિ સંપન્ન કરાવી આપી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS