Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

સુપર બોક્સિંગ લીગ (SBL)ની પ્રથમ સીઝનનું આ વર્ષની 7 જુલાઈથી 12 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં સિરી ફોર્ટ ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધા માટેની આઠ ટીમોના નામ તથા સ્પર્ધાના કાર્યક્રમની મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી હતી. 7 જુલાઈથી 30 જુલાઈ સુધી રમાનાર આ સ્પર્ધામાં 12 લીગ લેવલ મેચો રમાશે. એમાં 96 બોક્સરો સાથે આઠ ટીમો ભાગ લેશે. બે સેમી ફાઈનલ મુકાબલા પાંચ અને છ ઓગસ્ટે અને ગ્રેન્ડ ફિનાલે 12 ઓગસ્ટે યોજાશે. SBLની આઠ ટીમ છે – મુંબઈ એસેસીન્સ, દિલ્હી ગ્લેડિએટર્સ, હરિયાણા વોરિયર્સ, શેર-એ-પંજાબ, યૂપી ટર્મિનેટર્સ, નોર્થ ઈસ્ટ ટાઈગર્સ, મરાઠા યોદ્ધાઝ, સધર્ન સુપર કિંગ્સ. ટીમની જાહેરાત માટેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાઓમાં સુપર બોક્સિંગ લીગના COO રાજેશ મહેતા, મરાઠા યોદ્ધાઝ પુણે ટીમના માલિક ઈમ્તિયાઝ ખૈલરી અને અજિંક્ય પાટીલ, દિલ્હી ગ્લેડિએટર્સના માલિક અર્જુન જૈન, SBLના માલિક અને પ્રમોટર બિલ દોસાંજ, મુંબઈ એસેસીન્સના માલિક નીતિન જાધવ, હરિયાણા વોરિયર્સના માલિક કરન દેવગન, યૂપી ટર્મિનેટર્સના માલિક જસ્કરન પુનિયાની, નોર્થ ઈસ્ટ ટાઈગર્સના માલિક અમિત અગરવાલ, SBLના ડાયરેક્ટર અવી મિત્તલ, સધર્ન સુપર કિંગ્સના માલિકો ઈસા મોલ્ડ અને અભિનંદન બાલસુબ્રમણ્યમનો સમાવેશ થાય છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS