Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

પાકિસ્તાન ક્રિકેટ ટીમે 14 જૂન, બુધવારે કાર્ડિફમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધાની પહેલી સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડને 8-વિકેટથી પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ઈંગ્લેન્ડની ટીમ 49.5 ઓવરમાં 211 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને 37.1 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને 215 રન કરીને મેચ જીતી લીધી હતી. પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. 18 જૂને લંડનના ઓવલમાં રમાનારી ફાઈનલમાં પાકિસ્તાનનો મુકાબલો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી સેમી ફાઈનલની વિજેતા ટીમ સાથે થશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS