Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

પોતાનાં કપ્તાનપદ હેઠળ ભારતની મહિલા ક્રિકેટ ટીમને હાલમાં જ ઈંગ્લેન્ડમાં રમાઈ ગયેલી આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપ સ્પર્ધામાં ફાઈનલમાં પહોંચાડનાર મિતાલી રાજને મહિલાઓની વન-ડે ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ કરવા બદલ BMW કાર ગિફ્ટમાં આપવામાં આવી છે. આ કાર એને તેલંગણા બેડમિન્ટન એસોસિએશનના વાઈસ-પ્રેસિડન્ટ વી. ચામુન્ડેશ્વરીનાથે ગિફ્ટમાં આપી છે. હૈદરાબાદસ્થિત પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડેમી ખાતે આયોજિત સમારંભમાં મિતાલીને આ કાર ગિફ્ટમાં આપવામાં આવી હતી. મિતાલીએ વર્લ્ડ કપ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામેની મેચ વખતે મહિલાઓની વન-ડે ઈન્ટરનેશનલ્સમાં 6000 રન પૂરા કર્યાં હતાં અને આ સિદ્ધિ હાંસલ કરનાર તે દુનિયાની પહેલી મહિલા ક્રિકેટર છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS