Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

1983માં પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવની મીણની પ્રતિમાનું દિલ્હીસ્થિત મેડમ ટ્યૂસોડ્સ મ્યુઝિયમમાં 11 મે, ગુરુવારે અનાવરણ કરવામાં આવ્યું હતું. 58 વર્ષીય કપિલ દેવ ઉપરાંત આ વેક્સ મ્યુઝિયમમાં સચીન તેંડુલકર, લિયોનેલ મેસ્સી અને ડેવિડ બેકહેમ જેવા અન્ય ખેલકૂદ મહારથીઓની પણ આ જ પ્રકારની મીણની પ્રતિમાઓ છે. કપિલ દેવે પોતાની પ્રતિમાની બાજુમાં ઊભાં રહીને બોલિંગ કરતા હોવાનો પોઝ પણ આપ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS