Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

એન્ટીગ્વાના નોર્થ સાઉન્ડ ખાતે 30 જૂન, શુક્રવારે રમાયેલી ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 93-રનથી હરાવીને પાંચ મેચોની સિરીઝમાં 2-0થી અપરાજિત સરસાઈ મેળવી લીધી છે. પહેલી વન-ડે વરસાદે ધોઈ નાખ્યા બાદ બીજી વન-ડેમાં ભારત 105-રનથી જીત્યું હતું. ચોથી વન-ડે આ જ મેદાન પર બીજી જુલાઈના રવિવારે રમાશે. શુક્રવારની મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ આપી હતી. ભારતે 50 ઓવરમાં 4 વિકેટે 251 રન કર્યા હતા. તેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 38.1 ઓવરમાં 158 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓફ્ફ સ્પિનર આર. અશ્વિન અને ચાઈનામેન બોલર કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ બે અને ઉમેશ યાદવ-કેદાર જાધવે 1-1 બેટ્સમેનને આઉટ કર્યો હતો. ભારતના દાવમાં, વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની 79 બોલમાં 78 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ઓપનર અજિંક્ય રહાણેએ 72 રન કર્યા હતા. શિખર ધવન બે રન, કેપ્ટન વિરાટ કોહલી 11 અને યુવરાજ સિંહ 39 રન કરીને આઉટ થયો હતો. ધોનીને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS