Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-2017 એની ટ્રોફી ટુર અંતર્ગત ભારત આવી છે. 15 માર્ચ, બુધવારે નવી દિલ્હીમાં નિસ્સાન મોટર્સ ઈન્ડિયા કંપનીના માર્કેટિંગ મેનેજર (સ્પોન્સરશિપ) અમિત શર્મા અને રીજનલ મેનેજર નીતિન માંડલીયાએ મિડિયાકર્મીઓ સમક્ષ એનું અનાવરણ કર્યું હતું. વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચોની આ સ્પર્ધાની 8મી આવૃત્તિ આ વર્ષની 1-18 જૂન વચ્ચે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનાર છે. ભારત સહિત આઠ ટીમોને બે જૂથમાં વહેંચી દેવામાં આવી છે. ભારતને ગ્રુપ ‘B’માં સ્થાન મળ્યું છે. એની સાથે આ ગ્રુપમાં પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા છે. ગ્રુપ ‘A’માં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS