Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ભારતીય ક્રિકેટ ટીમના ઉગતા સિતારા હાર્દિક પંડ્યાએ શ્રીલંકાના કેન્ડીમાં પલ્લીકેલે સ્ટેડિયમ ખાતે રમાતી ત્રીજી અને સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચમાં 13 ઓગસ્ટ, રવિવારે બીજા દિવસની રમતમાં ભારતના પહેલા દાવમાં પોતાની કારકિર્દીની પહેલી ટેસ્ટ સદી ફટકારી હતી. હાર્દિકે માત્ર 86 બોલમાં સાત ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 100 રન પૂરા કર્યા હતા. તે અંતે 108 રન કરીને આઉટ થયો હતો. ભારતના પહેલા દાવના 487 રનના સ્કોરના જવાબમાં શ્રીલંકાની ટીમ પહેલા દાવમાં માત્ર 135 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત ત્રણ ટેસ્ટની સિરીઝ 2-0થી કબજામાં લઈ ચૂક્યું છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS