Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

આઈપીએલ સ્પર્ધાની 10મી આવૃત્તિની 18 એપ્રિલ, મંગળવારે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ગુજરાત લાયન્સને 21 રનથી પરાજય આપ્યો હતો. બેંગલોરના ક્રિસ ગેલને મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. એણે માત્ર 38 બોલમાં 7 સિક્સર, પાંચ બાઉન્ડરી સાથે 77 રન ઝૂડી કાઢ્યા હતા. આ સાથે તે ટ્વેન્ટી-20 ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરનાર પહેલો બેટ્સમેન બન્યો છે. બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ 50 બોલમાં 64 રન કર્યા હતા. તેણે અને ગેલે પહેલી વિકેટ માટે 12 ઓવરમાં 122 રનની ભાગીદારી કરી હતી. બેંગલોરના બે વિકેટે 213 રનના જવાબમાં ગુજરાત લાયન્સે 20 ઓવરમાં 7 વિકેટે 192 રન કર્યા હતા. બ્રેન્ડન મેક્યુલમે 44 બોલમાં 72 રન કર્યા હતા જેમાં સાત સિક્સર હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS