Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈની પડોશના થાણે શહેરમાં પાંચ માર્ચ, રવિવારે પાંચમી પેન-ઈન્ડિયન ઓલ વીમેન બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલી મહિલાઓના સશક્તિકરણ, આઝાદીપણાનાં પ્રતિક તરીકે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે યોજવામાં આવે છે. આ રેલીનું આયોજન મહારાષ્ટ્ર ટાઈમ્સ અને નવભારત ટાઈમ્સ દ્વારા કરાયું હતું. રેલીને બોલીવૂડ કલાકારો અભય દેઓલ અને સાન્યા મલ્હોત્રાએ લીલી ઝંડી બતાવી હતી. રેલીમાં 800 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS