ભારત પહેલી T20I જીત્યું; ચહલ MoM…

રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે 20 ડિસેમ્બર, બુધવારે કટકમાં શ્રીલંકાને પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 93-રનથી હરાવ્યું. શ્રીલંકાના કેપ્ટન થિસારા પરેરાએ ટોસ જીતી ભારતને પહેલા બેટિંગ આપી હતી. ભારતે તેની 20 ઓવરમાં લોકેશ રાહુલના 61, મહેન્દ્ર સિંહ ધોનીના અણનમ 39, મનીષ પાંડેના અણનમ 32, શ્રેયસ ઐયરના 24 રનની મદદથી 3 વિકેટે 180 રન કર્યા હતા. તેના જવાબમાં શ્રીલંકાની ટીમ 16 ઓવરમાં માત્ર 87 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે 23 રનમાં 4 વિકેટ લીધી હતી અને એને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ 29 રનમાં 3, કુલદીપ યાદવે 18 રનમાં બે અને જયદેવ ઉનડકટે 7 રનમાં 1 વિકેટ લીધી હતી. ત્રણ મેચોની સિરીઝમાં ભારતે 1-0ની સરસાઈ મેળવી છે. બીજી મેચ 22મીએ ઈન્દોરમાં અને ત્રીજી તથા છેલ્લી મેચ 24મીએ મુંબઈમાં રમાશે.