ચેન્નાઈ સુપર કિંગ્સ IPL-11 ચેમ્પિયન…

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના ખેલાડીઓ એમણે જીતેલી આઈપીએલ-11 ટ્રોફી સાથે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 27 મે, રવિવારે રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8-વિકેટથી હરાવીને આઈપીએલ-11 ટ્રોફી જીતી લીધી હતી. હૈદરાબાદે તેના હિસ્સાની 20 ઓવરમાં 6 વિકેટે 178 રન કર્યા હતા. તેના જવાબમાં ચેન્નાઈ ટીમે તેના ઓપનર શેન વોટસનના અણનમ 117 રનના જોરે 18.3 ઓવરમાં 2 વિકેટે 181 રન કરીને મેચ જીતી લીધી હતી. ચેન્નાઈએ આઈપીએલના ઈતિહાસમાં આ ત્રીજી વાર વિજેતા ટ્રોફી જીતી છે.

 

આઈપીએલ ચેરમેન રાજીવ શુક્લાએ ચેન્નાઈ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને વિજેતા ટીમ માટેનો 20 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો.

બીસીસીઆઈના કાર્યવાહક પ્રમુખ સી.કે. ખન્ના ધોનીને વિજેતા ટીમની ટ્રોફી આપી રહ્યા છે.

ફાઈનલમાં પરાજીત સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સન રનર્સ-અપ ટ્રોફી અને 12 કરોડ 50 લાખ રૂપિયાનો ચેક ઈનામરૂપે મેળવી રહ્યો છે

સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન વિલિયમ્સનને બેસ્ટ બેટ્સમેન માટે 10 લાખ રૂપિયાનું રોકડ ઈનામ અને ઓરેન્જ કેપ.

ચેન્નાઈ ટીમનો કેપ્ટન ધોની, બીસીસીઆઈના ખજાનચી અનિરુદ્ધ ચૌધરી, ધોનીની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા.

ચેન્નાઈ ટીમનો સુરેશ રૈના એની પત્ની પ્રિયંકા, પુત્રી ગ્રેસિયા અને હરભજન સિંહ એની પત્ની ગીતા તથા પુત્રી હિનાયા સાથે.

ધોની એની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા સાથે

શેન વોટસન

કેન વિલિયમ્સન અને શિખર ધવન

હૈદરાબાદનો કેપ્ટન કેન વિલિયમ્સન