મેલબોર્ન ટેસ્ટઃ અગ્રવાલની ડેબ્યૂ હાફ સેન્ચુરી…

0
1335
મેલબોર્નમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે 26 ડિસેંબર, બુધવારથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે પહેલા દિવસની રમતને અંતે હનુમા વિહારી (8) અને મયંક અગ્રવાલ (76)ની વિકેટ ગુમાવીને 215 રન કર્યા હતા. ચેતેશ્વર પૂજારા 21મી હાફ સેન્ચુરીના રૂપમાં 68 રન અને કેપ્ટન વિરાટ કોહલી 47 રન સાથે નોટઆઉટ હતો. કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચાર-મેચોની શ્રેણીમાં બંને ટીમ 1-1થી સમાન છે.


હૃદયરોગના દર્દી 7 વર્ષનો બાળક આર્ચી શિલર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પેઈન સાથે ટોસ ઉછાળવા જઈ રહ્યો છે


શિલરનું હાર્ટનું ત્રીજું ઓપરેશન થવાનું છે, જે ગંભીર પ્રકારનું રહેશે.


આર્ચીએ કહ્યું હતું કે એની ઈચ્છા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન બનવાની છે. તેથી એની ઈચ્છા પૂરી કરવા માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે એને સહ-કેપ્ટન બનાવ્યો છે.