બીજી ટેસ્ટમાં ભારતનો પરાજય; લુંગી ‘મેન ઓફ ધ મેચ’…

0
1319
દક્ષિણ આફ્રિકાએ સેન્ચુરિયન શહેરના સુપર સ્પોર્ટ પાર્ક મેદાન પર બીજી ટેસ્ટ મેચમાં 17 જાન્યુઆરી, બુધવારે મેચના પાંચમા અને છેલ્લા દિવસે ભારતને 135 રનથી હરાવીને ત્રણ-મેચની સિરીઝ 2-0થી કબજામાં લઈ લીધી છે. ભારતને મેચ જીતવા 287 રનનો ટાર્ગેટ મળ્યો હતો, ટીમ બીજા દાવમાં માત્ર 151 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એનગીડીએ 39 રનમાં 6 વિકેટ લીધી હતી અને એને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. ત્રીજી અને સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ 24 જાન્યુઆરીથી જોહનિસબર્ગમાં રમાશે.