એશિયન ગેમ્સઃ નીરજે અપાવ્યો ગોલ્ડ…

ઈન્ડોનેશિયાના જકાર્તા, પાલેમ્બાંગમાં રમાતી 18મી એશિયન ગેમ્સમાં 27 ઓગસ્ટ, સોમવારે 9મા દિવસે ભારતે એક ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ્સ જીત્યા. નીરજ ચોપરાએ ભાલાફેંક (જેવેલીન થ્રો)માં 88.06 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીના વારાકીલે મહિલાઓની લાંબા કૂદકાની હરીફાઈમાં 6.51 મીટર લાંબો કૂદકો લગાવીને સિલ્વર મેડલ જીત્યો છે. ધારુન અય્યાસામીએ પુરુષોની 400 મીટરની હર્ડલ્સ રેસમાં બીજા ક્રમે આવીને સિલ્વર મેડલ જીત્યો છે. ધારુને 48.96 સેકંડનો સમય નોંધાવ્યો છે. સુધા સિંહે મહિલાઓની 3000 મીટરની સ્ટીપલચેઝ દોડમાં બીજા ક્રમે આવીને સિલ્વર મેડલ જીત્યો છે. સુધાએ 9:40.03 મિનિટનો સમય નોંધાવ્યો હતો.