IPL11: કોલકાતાનો રાજસ્થાન પર વિજય…

0
1427
આઈપીએલ-2018 સ્પર્ધામાં 18 એપ્રિલ, બુધવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી 20-20 મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને 7-વિકેટથી પરાજય આપ્યો હતો. કેપ્ટન દિનેશ કાર્તિકે (42*) ધોનીની સ્ટાઈલમાં સિક્સરનો વિનિંગ શોટ ફટકારીને કોલકાતાને જીત અપાવી હતી. નીતિશ રાણા (35*) મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. ટૂંકો સ્કોરઃ રાજસ્થાન 160-8 (20), કોલકાતા 163-3 (18.5). નીતિશ રાણાએ 11 રનમાં બે વિકેટ પણ ઝડપી હતી અને બેન સ્ટોક્સનો કેચ પણ પકડ્યો હતો. કોલકાતાના રોબિન ઉથપ્પાએ 48, સુનીલ નારાયણે 35 રન કર્યા હતા. રાજસ્થાનના દાવમાં, ડી આર્સી શોર્ટે સૌથી વધુ, 44 અને કેપ્ટન અજિંક્ય રહાણેએ 36 રન કર્યા હતા. પોઈન્ટ્સ ટેબલમાં, કોલકાતા ટીમ પાંચ મેચમાં 3 જીત મેળવીને 6 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે.
વિકેટકીપિંગમાં કાર્તિકની ગજબની સ્ફૂર્તિ. રહાણેને સ્ટમ્પ આઉટ કર્યો
રહાણે આઉટ
કોલકાતાનો સુનીલ નારાયણ
રાજસ્થાનનો ડી આર્સી શોર્ટ
કોલકાતાનો રોબિન ઉથપ્પા
કોલકાતાનો કેપ્ટન દિનેશ કાર્તિક
કોલકાતાનો મેન ઓફ ધ મેચ ઓલરાઉન્ડર નીતિશ રાણા
દિનેશ કાર્તિક
દિનેશ કાર્તિક
રાજસ્થાનનો ફાસ્ટ બોલર બેન સ્ટોક્સ
કોલકાતાનો વિજય