ઈંગ્લેન્ડનો ભારત 4-1થી શ્રેણીવિજય…

0
1039
જો રૂટની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમે 11 સપ્ટેંબર, મંગળવારે લંડનના ઓવલ મેદાન ખાતે પાંચમી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચમાં ભારતને 118 રનથી પરાજય આપીને શ્રેણી 4-1થી જીતી લીધી. ભારતને જીત માટે 464 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પણ ટીમ 345 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડના નિવૃત્ત થયેલા ઓપનર એલેસ્ટર કૂકને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. જ્યારે સેમ કરન અને વિરાટ કોહલીને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરાયા છે.