ક્રિકેટઃ ભારતની મહિલાઓએ ઈંગ્લેન્ડને પહેલી ODIમાં હરાવ્યું…

ભારતની મહિલા ક્રિકેટરોએ 22 ફેબ્રુઆરી, શુક્રવારે મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડને મહિલાઓની સીરિઝની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 66-રનથી પરાજય આપ્યો હતો. ભારતની મહિલાઓએ 49.4 ઓવરમાં 202 રન કર્યા હતા. એના જવાબમાં ઈંગ્લેન્ડની મહિલા ટીમ 41 ઓવરમાં 136 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડાબોડી બોલર એકતા બિશ્ટને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવી હતી. એણે 8 ઓવરમાં 25 રન આપીને 4 વિકેટ લીધી હતી. ભારતના દાવમાં, જેમિમા રોડ્રિગ્સે 48, કેપ્ટન મિતાલી રાજે 44, જૂલન ગોસ્વામીએ 30, વિકેટકીપર તાન્યા ભાટિયાએ 25, સ્મૃતિ મંધાનાએ 24 રન કર્યા હતા. 3-મેચોની શ્રેણીમાં ભારત 1-0થી આગળ થયું છે. બીજી અને ત્રીજી મેચ મુંબઈમાં જ રમાશે. આ મેચોની તારીખ છે, 25 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરી. ત્યારબાદ બંને ટીમ વચ્ચે ગુવાહાટીમાં ત્રણ મેચોની ટ્વેન્ટી-20 સીરિઝ રમાશે. 4, 7 અને 9 માર્ચે.














સ્પિનર, પ્લેયર ઓફ ધ મેચ - એકતા બિશ્ટ