ચેન્નાઈયન એફસી ISL 2018ની વિજેતા…

0
1735
બોલીવૂડ અભિનેતા અભિષેક બચ્ચનની માલિકીની ચેન્નાઈયન એફસી ટીમે ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ) ફૂટબોલ સ્પર્ધા બીજી વર જીતી છે. બેંગલુરુના કાંતીરવા સ્ટેડિયમ ખાતે શનિવાર, 17 માર્ચે રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં ચેન્નાઈયને ટાઈટલ માટે હોટ ફેવરિટ ગણાયેલી બેંગલુરુ એફસી ટીમને 3-2થી પરાજય આપ્યો હતો. ચેન્નાઈ ટીમ 2015માં પણ આ સ્પર્ધામાં વિજેતા બની હતી. ચેન્નાઈયન વતી મેઈલ્સન એલ્વેસે 17 અને 45મી મિનિટે તથા રાફેલ ઓગસ્ટોએ ગોલ કર્યો હતો જ્યારે બેંગલુરુ ટીમ વતી સુનીલ ચેટ્રી (6ઠ્ઠી મિનિટ) અને નિકોલસ ફેડોરે ગોલ કર્યો હતો. બેંગલોર ટીમે આ પહેલી જ વાર આઈએસએલમાં ભાગ લીધો હતો.