એશિયન ગેમ્સનાં એથ્લીટ્સને અક્ષયનું ‘ગુડ લક’…

0
1415
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 18 ઓગસ્ટથી 2 સપ્ટેંબર સુધી યોજાનાર 18મી એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય એથ્લીટ્સને શુભેચ્છા આપવા માટે 28 જુલાઈ, શનિવારે મુંબઈમાં યોજવામાં આવેલા ખાસ સમારંભ યોજવામાં આવ્યો હતો. એમાં બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર ઉપસ્થિત રહ્યો હતો. અક્ષયે જિમ્નાસ્ટ દીપા કર્માકર સહિતના એથ્લીટ્સ સાથે વાતો કરી હતી. ભારતે ઈન્ડોનેશિયા એશિયાડ માટે 541 એથ્લીટ્સનો સંઘ મોકલ્યો છે જેમાં 297 પુરુષ અને 244 મહિલા ખેલાડીઓ છે. ભારતીય એથ્લીટ્સ 36 રમતોમાં ભાગ લેશે. ભારત એશિયાડનો સ્થાપક દેશ છે. પહેલી એશિયન ગેમ્સ 1951માં નવી દિલ્હીમાં યોજવામાં આવી હતી.