હૈદરાબાદ વન-ડે મેચમાં ભારતનો 6-વિકેટથી વિજય…

0
1541
હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં 2 માર્ચ, શનિવારે રમાઈ ગયેલી પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6-વિકેટથી પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ટોસ જીતી પહેલા બેટિંગ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ તેની 50 ઓવરમાં 7 વિકેટે 236 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે 48.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 240 રન કરીને મેચ જીતી લીધી હતી. કેદાર જાધવ 81 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે અને મહેન્દ્ર સિંહ ધોની (59 નોટઆઉટ)એ પાંચમી વિકેટ માટે 141 રનની અતૂટ ભાગીદારી કરી હતી. ધોનનીએ તેની કારકિર્દીની 71મી હાફ સેન્ચુરી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાના દાવમાં, ઓપનર ઉસ્માન ખ્વાજા 50 રન સાથે ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો. કેપ્ટન ફિન્ચ ઝીરો પર આઉટ થયો હતો. ફાસ્ટ બોલરો મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. પાંચ મેચોની સીરિઝમાં ભારતે 1-0 સરસાઈ મેળવી છે. બીજી મેચ પાંચ માર્ચે નાગપુરમાં રમાશે.