જેટલી રાજીનામું આપેઃ અમદાવાદમાં યશવંતસિંહા

અમદાવાદઃ લોકશાહી બચાવોની ઝૂંબેશ લઇને નીકળેલા અમદાવાદના ગૌતમ ઠાકર, દેવ દેસાઇ, મહેશ પંડ્યા, હેમંતકુમાર શાહ દ્વારા આજે ભૂતપૂર્વ નાણાંપ્રધાન અને ભાજપના સીનીયર મોસ્ટ નેતા યશવંતસિંહાને શહેરમાં આમંત્રણ અપાયું હતું. અમદાવાદના મહેમાન બનેલા યશવંત સિંહાએ ભારતની હાલની આર્થિક નીતિને વખોડી નાખી હતી. અત્યારની કેન્દ્રની સરકારના અણઘડ વહીવટને કારણે દેશને ખૂબ જ નુકસાન થઇ રહ્યું છે. આથી નાણાપ્રધાન જેટલીએ રાજીનામું આપી દેવું જોઈએ. યશવંતસિંહાની સાથે પત્રકાર પરિષદમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતા પણ જોડાયા હતા. યશવંત સિંહાએ નિવેદન આપતા નાણાપ્રધાન અરૂણ જેટલી રાજીનામું આપે તેવી માંગ કરી હતી. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)