વૉટર કલર્સના વૈવિધ્યનું અદભૂત પ્રદર્શન…

દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલ ખાતેની ફાઈન આર્ટસ કલબે વૉટર- કલર્સના એક્ઝિબિશન સ્ટડીઝ-3નું શહેરની નમન આર્ટ ગેલેરી ખાતે આયોજન કર્યું છે,  પ્રદર્શનમાં રજૂ કરાયેલી તમામ કૃતિઓનું સર્જન દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલના  વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કર્યું છે. 3 દિવસની વર્કશોપ પૂરી થયાં પછી આ પ્રદર્શન યોજાયુ છે. વર્કશોપનુ સંચાલન એવોર્ડ વિજેતા વૉટરકલરીસ્ટ મયૂર મિસ્ત્રીએ કર્યું હતું. આ પ્રદર્શનનું ઉદઘાટન આજે આર્ચર આર્ટ ગેલેરીના ડિરેકટર મનન રેલીયાએ કર્યું હતું.

3 દિવસની વર્કશોપ સામેલ થયેલા સમુદાયને વૉટર કલર્સની વિવિધ ટેકનિક્સ શિખવવામાં આવી હતી. અને તે પછી વૉશ ટેકનિકનો ઉપયોગ કરીને વરસાદના દિવસોમાં શહેરની પરિસ્થિતિ અંગેની એક પેઈન્ટીંગ  તૈયાર કરવામાં આવ્યું હતું. એક બેઠક ગામડાના વાતાવરણ વચ્ચે  વિચાર-વિશાલા એનવાયરોન્મેન્ટ સેન્ટર ફોર હેરિટેજ ઓફ આર્ટ, આર્કિટેકચર એન્ડ રિસર્ચ ખાતે યોજાઈ હતી. જેમાં મયૂર મિસ્ત્રીએ ડેમો આપ્યો હતો, જેમાં ભાગ લેનારને મૂળ રંગોની મેળવણી વડે ગામડાના વાતાવરણનુ ચિત્રણ કરવા માટે  નિદર્શન આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ  વિવિધ વિષયોને પેઈન્ટીંગના માધ્યમથી આવરી લીધા  હતા. વર્કશોપના છેલ્લા દિવસની સેશન રાયપુર વિસ્તારમાં  લાંબા પાડાની પોળ ખાતે  યોજવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ પૌરાણિક શહેરનાં હેરિટેજ સ્ટ્રકચરનાં ચિત્રો ખૂબ જ ઉત્સાહપૂર્વક તૈયાર કર્યાં હતાં.

ડીપીએસ -બોપલના 26 વિદ્યાર્થી અને 10 શિક્ષકોએ મળીને તૈયાર કરેલાં 40 પેઈન્ટીગ્ઝ સ્ટડીઝ-IIIના શિર્ષક હેઠળ નમન આર્ટ ગેલેરી, અમદાવાદ ખાતે તા. 29 નવેમ્બર, 2018થી 1 ડિસેમ્બર, 2018 સુધી જાહેર જનતા માટે પ્રદર્શિત કરવામાં આવ્યાં છે.